કઈંક મોટું થવાની તૈયારી છે અમેરિકામાં? જીદ પર અડેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે કર્યો આ દાવો
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભલે જો બાઈડેનને જીત મળી હોય પરંતુ તેમના માટે સત્તા પર બિરાજમાન થવું સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ખુરશી છોડવા તૈયાર જ નથી. તેમણે મિશિગનમાં પણ ચૂંટણી પરિણામને લઈને કેસ દાખલ કર્યો છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ચૂંટણીમાં 73,000,000 લીગલ વોટ મળ્યા છે. પોતાના અગાઉની ટ્વીટમાં તેમણે મતની સંખ્યા 71,000,000 ગણાવી હતી.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભલે જો બાઈડેનને જીત મળી હોય પરંતુ તેમના માટે સત્તા પર બિરાજમાન થવું સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ખુરશી છોડવા તૈયાર જ નથી. તેમણે મિશિગનમાં પણ ચૂંટણી પરિણામને લઈને કેસ દાખલ કર્યો છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ચૂંટણીમાં 73,000,000 લીગલ વોટ મળ્યા છે. પોતાના અગાઉની ટ્વીટમાં તેમણે મતની સંખ્યા 71,000,000 ગણાવી હતી.
આવું પહેલા ક્યારેય થયું નથી
8 નવેમ્બરે પોતાની ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે પર્યવેક્ષકોને મતગણતરી કક્ષમાં જવા દેવાયા નહીં. હું ચૂંટણી જીતી ગયો છું. મને 71,000,000 લીગલ વોટ મળ્યા છે. સૌથી ખરાબ વાત એ રહી કે અમારા પર્યવેક્ષકોને કાઉન્ટિંગ રૂમમાં જવા જ ન દેવાયા. આવું પહેલા ક્યારેય થયું નથી. હવે ટ્રમ્પનું કહેવું છે કે તેમના લીગલ વોટની સંખ્યા 73,000,000 થઈ ગઈ છે.
NOW 73,000,000 LEGAL VOTES! https://t.co/VSNfdzoFkK
— Donald J. Trump (@realDonaldTrump) November 12, 2020
શું છે ટ્રમ્પના મનમાં?
જે પ્રકારે ટ્રમ્પ ચૂંટણીને દગાબાજી ગણાવતા આવ્યા છે તેને જોતા હવે એ સવાલ ઊભો થઈ ગયો છે કે શું તેઓ બાઈડેનને સત્તા સોંપશે? ટ્રમ્પે હાલમાં જ ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને તેમના પદેથી હટાવ્યા હતા. તેમની જગ્યાએ ટ્રમ્પે ક્રિસ્ટોફર મિલની નિમણૂંક કરી. જેઓ તેમના નીકટના ગણાય છે. આ બાજુ રક્ષામંત્રી માઈક પોમ્પિઓ આવતી કાલથી સાત દેશોના પ્રવાસે જવાના છે. આ બધાને જોતા માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ કઈંક મોટું પ્લાન કરી રહ્યા છે.
આ અમે થવા નહીં દઈએ
આ બાજુ બાઈડેન બાદ હવે કમલા હેરિસે પણ અડિયલ વલણ બદલ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકી જનતા સ્પષ્ટ રીતે જો બાઈડેનના પક્ષમાં છે. જનતા દ્વારા બાઈડેનમાં વિશ્વાસ જતાવવો એ સાબિત કરે છે કે લોકો બદલાવ ઈચ્છતા હતા. તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પરિણામોને લઈને કોર્ટમાં જવું કઈં બીજું નહીં પણ લોકોની ઈચ્છા અને ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિના નિર્ણયને બદલવાની કોશિશ છે જે ક્યારેય થવા દેવાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે